ઉશનસ ! વિનવું

ઉશનસ ~ વિનવું : એટલા દૂર ન જાઓ

વિનવું : એટલા દૂર ન જાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો…

માનું : અવિરત મળવું અઘરું
માગ્યું કોને મળતું સઘળું?
કગરું, એટલા ક્રૂર ન થાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો

જાણ્યું : નવરું એવું ન કોઇ
કેવળ મને જ રહે જે જોઇ;
તો ય લ્યો, આમ નિષ્ઠુર ન થાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો

રાહ જોઇ જોઇ ખોઇ આખ્યું
શમણું એક તમ સાચવી રાખ્યું
એટલું એ હરી નૂર ન જાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો.

આ વેલ તો મેં આંસુથી રોઇ
પણ ફળની આશા ન કોઇ
પણ સમૂળા નિર્મૂળ ના થાઓ
કે પછી ક્યારેય યાદ ના આવો. ~ ઉશનસ

આજે આપણા ખ્યાતનામ કવિ ‘ઉશનસ’ (નટવરલાલ પંડ્યા)નો 101મો જન્મદિવસ. (28.9.1920 – 6.11-2011). એમના ઘણા સુંદર કાવ્યો છે, એમાંથી મને આ બહુ પસંદ પડ્યું.  

પહેલી બે પંક્તિમાંથી જ વિનવણીનો આર્દ્ર સ્વર સ્પર્શી જાય છે. ‘એટલા દૂર ન જાઓ કે પછી ક્યારેય યાદ ન આવો’ કે પછી ‘કગરું, એટલા ક્રૂર ન થાઓ કે પછી ક્યારેય યાદ ન આવો’ અને વિનવણીની તીવ્રતા, સચ્ચાઈ ભાવકને ભીંજવી દે છે.

28.9.21

આભાર આપનો

02-10-2021

આભાર વારિજભાઈ, છબીલભાઈ અને રેખાબેન

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

રેખાબેન ભટ્ટ

02-10-2021

ખૂબ સુંદર કાવ્ય માણ્યું. આભાર લતાબેન.

છબીલભાઈ ત્રિવેદી

28-09-2021

આજે કવિ શ્રી ઉશનસ સાહેબ નો જન્મદિવસ પર તેમનુ ખુબ સરસ કાવ્ય માણવા મળ્યુ કાવ્યભાવ ખુબજ ઉમદા ઈશ્ર્વર પ્રત્યે ની લગન દેખાય આવે છે આભાર લતાબેન

Varij Luhar

28-09-2021

વાહ ખૂબ સરસ કાવ્ય.. કવિશ્રી ને તેઓની જન્મ જયંતિએ વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: