સુંદરમ ~ મેં એક
મેં એક અચંબો દીઠો ~ સુંદરમ
મેં એક અચંબો દીઠો,
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો,
હૃદય હૃદય મેં રાધા દીઠી,
હું બન્યો મુગ્ધ નરસૈંયો
મેં વન વન વૃંદાવન દીઠાં,
મેં તરુ તરુ દીઠી વૃંદા,
મેં પર્ણ પર્ણમાં વૃંદા કેરાં
દીઠાં નંદ જશોદા….
મેં નદી નદીમાં દીઠી યમુના,
મેં દ્રુહ દ્રુહ દીઠો કાલિ,
મેં પળપળ દીઠી કાલિ દહંતી
કાલી મહાકરાળી….
મેં નયન નયનમાં ઉદ્ધવ દીઠા,
શયન શયન હરિ પોઢ્યા,
મેં અખિલ વ્યોમ પયસાગર દીઠો,
મેં અંગ અંગ હરિ ઓઢ્યા….
~ સુન્દરમ
‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ કલાપી યાદ આવ્યા વગર ન જ રહે. આ પ્રેમનો પ્રભાવ છે. નરસિંહ પણ યાદ આવે, ‘સકળ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ …. પ્રેમ દ્વૈત પણ રહેવા દેતો નથી. અદ્વૈતની અવસ્થા એ પ્રેમની ચરમોવસ્થા !
કવિના જન્મદિને સ્મૃતિવંદના સહ
OP 22.3.22
છબીલભાઈ ત્રિવેદી
22-03-2022
કવિ સુંદરમ ના જન્મદિવસ નિમિતે પાંચ કાવ્યો ખુબજ ઉમદા સુંદરમ તો આપણા મહાન રચનાકાર છે પ્રણામ
પ્રતિભાવો