દલપતરામ ~ એક શરણાઈવાળો

એક શરણાઈવાળો સાત  વર્ષ  સુધી  શીખી,
રાગ  રાગણી   વગાડવામાં  વખણાણો  છે.
એકને  જ  જાચું  એવી  ટેક છેક રાખી એક
શેઠને  રિઝાવી   મોજ  લેવાને  મંડાણો  છે.
કહે  દલપત  પછી  બોલ્યો  તે  કંજૂસ શેઠ,
“ગાયક   ન   લાયક  તું  ફોગટ  ફૂલાણો છે.
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું  બજાવે  તો  હું  જાણું  કે તું શાણો છે.”

દલપતરામ

રૂઢિપ્રયોગ જેવી બની ગયેલી, કેટલી જાણીતી છે આ પંક્તિઓ “પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ? સાંબેલું  બજાવે  તો  હું  જાણું  કે તું શાણો છે.” પણ બહુ ઓછાને ખબર હશે કે કવિ દલપતરામના કાવ્યની આ અંતિમ પંક્તિઓ છે !

OP 25.3.22

*****

સાજ મેવાડા

25-03-2022

કવિ દલપતરામની કવિતાઓમાં આવી સરસ સમજવા જેવી વાતો વણાયેલી છે, આ એનો સર્વોત્તમ દાખલો છે.

છબીલભાઈ ત્રિવેદી

25-03-2022

આદરણીય કવિ શ્રી દલપતરામ ની રચના ખુબ સરસ ઘણા વરસ આ કવિતા બાળકો ને ભણાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: