હરીશ દાસાણી ~ કેટલાક શેર

હરીશ દાસાણીના કેટલાક શેર

દૃષ્ટા-દૃશ્ય જુદું નથી, જલ ને સ્થલ જુદું નથી

રૂપ – અરૂપ ભ્રામક અનુભવ, અચલ-ચલ જુદું નથી. ***

બે સૂક્ષ્મની વચ્ચે સ્થૂળ, બોલ કહે શું એનું કૂળ ?

નામ અને પરિભાષા શું ? શોધ ક્યું છે એનું મૂળ ? ***

વિશ્વ એક દર્પણ, દર્પણમાં હું રમું

પ્રેમ કરું અર્પણ, સ્વયંમાં હું રમું. ***

અજિત ને અચિંત્ય, પલમાં પલટતું ચિત્ત

સ્વરૂપ સર્જી ક્રાંતિ, હું છું અને નથી. ***

વાયુની માફક વહેતો, તેને જળની કેદ ન કર

મૃણમય ચિન્મય એક જ છે, વ્યર્થ સમજનો મેદ ન કર. ***

ના સંકલ્પો, આ આયોજન, સહજ ગતિમાં સરી

આંખ જુએ છે, પગ ચાલે છે, સૃષ્ટિ હારી-ભરી…. હરિ કરે તે ખરી….***

~ હરીશ દાસાણી

કાવ્યવિશ્વ’ને કવિ હરીશ દાસાણીનો કાવ્યસંગ્રહ ‘‘પવન જળ પાંદડું’ મળ્યો છે. કવિએ આ સંગ્રહમાં ગીત, ગઝલ અને અછાંદસ પણ આપ્યાં છે. ‘કાવ્યવિશ્વ’માં સ્વાગત. આભાર અને શુભેચ્છાઓ.

હરીશ દાસાણી * ‘પવન જળ પાંદડું’ * સ્વયં 2022 

OP 21.4.22

છબીલભાઈ ત્રિવેદી

21-04-2022

કવિ હરીશ દાસાણી ના બધાજ શેર ખુબ ગમ્યા ખુબ ખુબ અભિનંદન

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: