ભગવાન થાવરાણી ~ ચલો પાછા * Bhagawan Thavrani

ચલો પાછા વળી જઈએ ~ ભગવાન થાવરાણી

હવે રસ્તો નથી આગળ – ચલો પાછા વળી જઈએ
વળી ખૂટી ગયા અંજળ – ચલો પાછા વળી જઈએ

હવે સંભાવના ક્યાં કામનાનું વૃક્ષ આ  મ્હોરે
જતનથી સાચવી કૂંપળ – ચલો પાછા વળી જઈએ

ન દરિયો સાંપડ્યો તારો – નદી મારી ન પામ્યો હું
ઉલેચ્યાં ઉમ્રભર મૃગજળ – ચલો પાછા વળી જઈએ

નદી સંબંધની ઓળંગવી છે આકરી મિતવા
નિહાળી નીર બસ ખળખળ – ચલો પાછા વળી જઈએ

ભીંજાયા ભાન ભૂલીને કદી ભરપૂર – એ ભૂલી
સજાવી પાંપણે ઝાકળ – ચલો પાછા વળી જઈએ

અતલ ઊંડાણને તાગ્યા – મહાલ્યા કેટલે ઊંચે
સ્વીકારીને હવે સમથળ – ચલો પાછા વળી જઈએ …

~ ભગવાન થાવરાણી

સમજણની/શીખવાની આથી મોટી વાત બીજી કઈ હોઇ શકે ?

વાત જાણીતી છે પણ કલાના આવરણ એને વધારે અસરકારક બનાવે છે…. અસર કરનાર તત્ત્વ એ જ છે !

OP 20.7.22

***

દીપક વાલેરા

22-07-2022

Wah

Saaj Mevada

20-07-2022

ઘણા કારણોથી પાછા વળવું જરુરી હોય છે, સરસ રીતે ભાવ રજૂ થયો છે.

Kirtichandra Shah

20-07-2022

Ulechya umrbhar martial! Saras

છબીલભાઈ ત્રિવેદી

20-07-2022

પાછા વળીજવા ની વાત કવિ એ ખુબજ અસર કારક રીતે રજુ કરી છે સરસ કાવ્ય આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: