યોગેશ જોષી ~ એક વડ નીચે * Yogesh Joshi

એક વડ નીચે 

એક વડ નીચે
છાંયડાના ગાલીચા પર સૂતો હતો,
ત્યારે
કોઈ મધમાખી આવીને
ડંખી ગઈ મારી તર્જનીને.

શું આટઆટલાં વર્ષો પછીયે
મારી આંગળીઓમાં
મ્હેંકતો હશે તારો સ્પર્શ ?

~ યોગેશ જોષી

અચાનક કોઈ પતંગિયુ આવીને હથેળીમાં બેસી જાય અને જેવો રોમાંચ થાય એવો રોમાંચ આ નાનકડું કાવ્ય વાંચતાં થાય.  

OP 19.7.22

***

Meena Jagdish

31-08-2022

વાહ….સ્મૃતિનું કેવું સુંદર અને નમણું સંવેદન…..👏👏👏🙏🏻

મનિષા હાથી

26-07-2022

અદભુત

દીપક વાલેરા

22-07-2022

Wah

યોગેશ જોષી

22-07-2022

આભાર લતાબહેન, કાવ્યમય નોંધ માટે વિશેષ આનંદ સહ આભાર

Kirtichandra Shah

20-07-2022

Wah Haju pan mahkto hashe taro sparsh . Sunder Sunder

છબીલભાઈ ત્રિવેદી

19-07-2022

વાહ ખુબજ સરસ ગીત ખુબ નાનુ છતા ધારદાર આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: