નરસિંહ મહેતા ~ હળવે હળવે * Narsinh Maheta

હળવે હળવે ~ નરસિંહ મહેતા

હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.

કીધું કીધું કીધું મુને કાંઈક કામણ કીધું રે;
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.

ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે;
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઈ ફૂલી રે.

ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે;
જાગી જાગી જાગી હું તો હિરને સંગે જાગી રે.

પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે;
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે.

નરસિંહ મહેતા

કઈ કાવ્યકલાનો અભ્યાસ હતો નરસિંહ મહેતાને ? બસ ભરપુર ભાવ અને ભાષાની ભૂમિ ! ઊગી નીકળ્યું એક મજાનું ગીત/ભજન.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: