જમિયત પંડ્યા ‘જિગર’ ~ જીત પર હસતો રહ્યો * Jamiyat Pandya

હસતો રહ્યો

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો;
ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો.

ઓ મુસીબત! એટલી ઝિંદાદિલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.

કોઈના ઇકરાર ને ઇન્કાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.

કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં,
ના સ્વીકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો.

ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી તેનેય પણ,
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.

જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં,
હું કબરમાં પણ કરેલા પ્યાર પર હસતો રહ્યો.

નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ,
એ કિનારે જઈ ડૂબી, હું ’ધાર પર હસતો રહ્યો.

ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ એ પાંગળી વણજાર પર હસતો રહ્યો.

જમિયત પંડ્યા ‘જિગર’ (22.7.1906-28.3.1990)

ગઝલકાર, નવલકથાકાર
ગઝલસંગ્રહો :
ઉરગંગા‘, ‘વરદાન‘, ‘ઝાળ અને ઝાકળ‘, ‘મેઘધનુષ‘, ‘મંજિલઅને કિરણો, ઢળતા સૂરજનાં
ગઝલનું છંદશાસ્ત્રપુસ્તક એમણે આપ્યું.

5 Responses

  1. ઉમેશ જોષી says:

    “ગઝલનું છંદશાસ્ત્ર” ગઝલ માટે ખૂબ માર્ગદર્શન પૂરું પાડે છે.

  2. Anonymous says:

    ગઝલકાર ગઝલના છંદના જાણકાર છે એ ગઝલની રચના કરવા ઉપયોગી થાય એ સ્વાભાવિક છે. અભિનંદન.

  3. ખૂબ જ સરસ ખુદ્દારીની ગઝલ. કવિની ઓળખ સમી.

  4. સરસ ગઝલ સ્મ્રુતિવંદન

  5. ઉમેશ ઉપાધ્યાય says:

    ખુબ સરસ 👌🏻👌🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: