યજ્ઞેશ દવે ~ પાંચ કાવ્યગુચ્છ * Yagnesh Dave

એકાકી

જ્યારે
તમે બહુ ઊંચે ચડો છો
બહુ ઊતરો છો ઊંડે
ત્યારે
ત્યારે તમે રહી જાવ છો પાછળ
એકલા

*

મોડી રાત્રે
એ ઝરૂખામાં ગયો
આકાશમાં એક ચાંદો જ હતો
તેણે કહ્યું
આટલી રાત્રે એકલો જાગું છું હું
આટલી રાત્રે હું જ જાગું છું એકલો’
ચાંદાએ કોઈ જ ફરિયાદ ન કરી

*

સાહિત્ય અકાદમી પુરસ્કૃત કવિ યજ્ઞેશ દવેનો જન્મદિન.
કલમ આમ જ ફળવતી રહે એવી શુભકામનાઓ

એકાકી

તમે ઊભા છો
રસ્તા વચ્ચે ચોકમાં
પાછળથી એક ટોળું આવે છે
વહી જાય છે દોડતું ધસમસતું પૂરપાટ
તમે ત્યાં જ ઊભા છો
રસ્તા વચ્ચે ચોકમાં
એકલા

*

તમે ત્યાં જ હો છો
તમને શોધી કાઢવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને ઊંચે ચડાવવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને પાડવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને ધરબી દેવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને શોધી કાઢવામાં આવે છે

~ યજ્ઞેશ દવે

અહીં એકલા હોવાની અલગ અલગ સ્થિતિ સાથે એક એક કલ્પન વહે છે. આ કલ્પન એવાં છે કે જેને વાસ્તવમાં પણ અનુભવી શકાય. વધતી ઓછી પીડા સાથે પરોવાયેલા આ કલ્પન ભાવકમાં એક સૂનકાર વેરી જાય છે. નાનકડા અછાંદસ કેટલા સબળ અને સાર્થક હોય શકે એનું આ ઉદાહરણ છે.  

એકલા હોવું અને એકાકી હોવું બંને અલગ જ ભાવવિશ્વ છે. એકલા હોવું, ઉત્સવ બની શકે, જો આંતરસત્વ સાથે અનુસંધાન હોય તો. આવું એકાંત અજવાળાના પ્રદેશમાં વિહાર કરાવે છે. પણ પોતાને એકાકી અનુભવવું એ નકારી પીડાનો પ્રદેશ….   

8 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહ લઘુરચનાઓ ખૂબ ખૂબ સરસ.

  2. Minal Oza says:

    લાઘવ સાથે કથન બરાબર અભિવ્યક્ત થયું છે. આસ્વાદ સરસ.અભિનંદન.

  3. વાહ, ખૂબ જ સરસ સંકલન. આપનો આસ્વાદ ગમ્યો.

  4. ખુબ સરસ કાવ્યો આસ્વાદ ખુબ સરસ

  5. હરીશ દાસાણી.મુંબઈ says:

    યજ્ઞેશભાઈની આ કવિતાઓ આપણને શબ્દની પાછળ છૂપાયેલ વ્યકિતત્વ તરફ અણસારો કરે છે.

  6. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    ગાગરમાં સાગર સાવ ટૂંકા પણ ટચ… માર્મિક અછાંદસ હૃદયને સ્પર્શી ગયાં….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: