ન્હૈં ?
આ સ્મરણ પણ અજાયબ ચીજ ન્હૈં ?
ત્રાટકી પડનાર કોઈ વીજ, ન્હૈં ?
આટલો મબલખ અહીં અંધાર છે
ભૂલથી વાવ્યું હશે મેં બીજ, ન્હૈં ?
જળકમળવત્ લેખતો હું જાતને –
પાણીમાં પધરાવી દઉં આખી જ, ન્હૈં ?
કેમ દેખાયો નહીં હોવા છતાં ?
આડી આવી જાત પોતાની જ, ન્હૈં ?
જ્યાં બિરાજે એ જ ડાળી કાપતો
આપનો ‘ઈર્શાદ’ આ નાચીઝ, ન્હૈં ?
~ ચિનુ મોદી
પૂણ્યતિથિએ કવિને સ્મરણવંદના
કવિ ચિનુ મોદીના પરિચય માટે વાંચો
