દિલીપ જોશી ~ એ જ તારી * Dilip Joshi   

પાંગરી શક્તું નથી

એ જ તારી આંખ વચ્ચે પાંગરી શક્તું નથી,
છે સમજનું ફૂલ ચ્હેરા પર તરી શક્તું નથી.

એક પડછાયો ઉપાડી આપણે બસ દોડતાં,
કોઈ પણ તડકા વિશે વાતો કરી શક્તું નથી.

આવનારી પળ બધી વાદળ બની ઘેરાય છે,
આ અષાઢી આંગણું કાં ઝરમરી શક્તું નથી.

સાંજનું એકલ સરોવર શ્વાસમાં ઝરતું રહે,
કોઈ એવા દૃશ્યના ખોબા ભરી શક્તું નથી.

~ દિલીપ જોશી

એક મૂંગી વેદના, જે માત્ર કાવ્યમાં જ અવતરી શકે છે!

7 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    સુંદર ગઝલ

  2. Minal Oza says:

    મૂંગી વેદનાને વાચા આપતી સરસ ગઝલ.

  3. ખૂબ સરસ ગઝલ

  4. ખુબ સરસ ગઝલ

  5. દિલીપ જોશી says:

    લતાબેન,
    વરસો પહેલાની મારી આ ગઝલને પુનઃ મારા જન્મ દિવસ નિમિત્તે આપના ગૌરવપ્રદ સાહિત્યિક મંચ પર સ્થાન આપવા માટે આભારી છું.કાવ્યવિશ્વનું આપનું આ ખેવનાપૂર્વકનું પ્રદાન સાહિત્ય પ્રેમીઓ માટે અનન્ય અને યાદગાર છે.આપના આ માઈલસ્ટોન પ્રદાનની સરાહના હર હંમેશ થવાની છે. જય હો.
    આભાર.

    • લતા હિરાણી says:

      આપનો આભાર અને વંદન દિલીપભાઈ.

  6. Varij Luhar says:

    ખૂબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: