🌹દિનવિશેષ 18 ફેબ્રુઆરી🌹

🌹આ વરસાદે પલળેલું એકાકી ઝાડ, એમાં આજે પણ કોરું આકાશ. ~ ભાગ્યેશ જહા🌹

🌹આટલું લવણજળ એકઠું કરવા કેટલાં રડ્યાં ? ~ પ્રદીપ ખાંડવાળા🌹

🌹કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને ; જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને ! ~ દિલીપ પરીખ🌹

🌹જોવું નહીં, મળવું નહીં ને તોય લીલું વ્હાલ વરસાવે; આ ઝાડ પૂછે મૂળને કે પાંદડાં શું થાય સગપણમાં ? ~ તનસુખ શાહ’સ્વપ્નિલ’🌹

🌹તારા ઘરના ફળિયે, લીલા તોરણ જોઈને, અધ્ધવચ્ચેથી આગળ વધવું, ક્યાં સહેલું છે? ~ રાજેશ મહેતા ‘રાજ’🌹

🌹મને વાંધો નથી વ્હાલા, હૃદયમાં ઘર કરી બેસો; તમારો દેશ છે આખો, ભલેને સર કરી બેસો. ~ વિશ્વદીપ બારડ🌹

🌹ઝાંઝવાનો થાક ઉતરી જાય તો, જો વગર પીધે તરસ છીપાઈ તો ! ~ નરેન્દ્ર મકવાણા🌹

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

2 Responses

  1. બધાજ કોટ્સ ખુબ સરસ

  2. Maya Desai says:

    ખૂબ સરસ 👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: