લતા હિરાણી ~ મોનોઇમેજ કાવ્યો : જળ * Lata Hirani  

જળ

આભ નીતરે
આખું અંગ નીચોવીને
હેલે જળ
ગાય અનંતના ગાન !

**

કાંઠે થતાં ક્રિયાકાંડો
કેટલાં બાલિશ !
જોયા કરે
ભવ્ય  
અગાધ જળ…

**

આંખોમાં
જળ
ઊગ્યા પછી
આથમે ના
પળ

**

આકાશ
અવિરત જોયા કરે
જળ પર હીંચકતી
હોડીઓને

**

ખેતરને
બાથમાં લઈને ઊડ્યાં
જળભર્યા વાદળ
અને
ક્ષિતિજે ઊગી ગયા
રંગોના ગુલાબ !

~ લતા હિરાણી

**

પ્રકાશિત > સંપાદન : ‘આવી નવી સવાર’ > સપ્ટેમ્બર 2023

સંપાદકો : રમેશ પટેલ, કિશોર આર. ટંડેલ

6 Responses

  1. વાહ લતાબેન ખુબજ સરસ કાવ્ય ખુબ ગમ્યુ

  2. ખૂબ જ સરસ, અભિનંદન

  3. Kirtichandra Shah says:

    Latabenni રચનાઓ ગમી Dhanyvad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: