દક્ષા વ્યાસ ~ આભલાનો ચંદરવો


અંતરદ્વારે 

આભલાનો ચંદરવો

આંખોમાં આંજીને 

ઓશિકે માથું ટેકવું  ન ટેકવું  ત્યાં -‐-

પંખીઓનો  કર્ણમંજુલ કલશોર

કોકરવાયાં કિરણોની કોર

આવી પહોંચે આણી કોર 

નયને ઊઘડે

પારિજાતની  મઘમઘ બિછાત 

ઊંચકે  પાંપણનો પડદો  ધરાર 

ખોલું દ્વાર

ઊતરી જાય આરપાર

આખું આકાશ મારી અંદર

હળવી હવાને હેલારે

ગુંજી ઊઠે ગીત અંતરદ્વારે 

~ દક્ષા વ્યાસ 

પ્રિય પૂજ્ય દક્ષાબહેનને જન્મદિવસે લાખો વંદન.

3 thoughts on “દક્ષા વ્યાસ ~ આભલાનો ચંદરવો”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *