રમેશ પારેખ ~ હરિ પર * Ramesh Parekh * સ્વર Nidhi Dholakia
હરિ પર અમથું અમથું હેત,
હું અંગૂઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત.
અમથી અમથી પૂજા કરું ને અમથા રાખું વ્રત,
અમથી અમથી મંગળ ગાઉં, લખું અમસ્તો ખત;
અંગે અંગે અમથી અમથી અગન લપેટો લેત,
હરિ પર અમથું અમથું હેત.
અમથું અમથું બધું થતું તે તને ગમે કે નઈં?’
એમ હરિએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ;
કોઈ બીજું પૂછત તો એને ઝટપટ ના કહી દેત,
હરિ પર અમથું અમથું હેત.
~ રમેશ પારેખ
કાવ્ય ~ રમેશ પારેખ * સ્વર નિધિ ધોળકિયા * સ્વરાંકન ~ સુરેશ જોશી
ખૂબ જ સુંદર ગીત.
કાયમ મનમંદિરમાં ગુંજારવ થતો રહે એવું મીઠું હેતાળ ગીત