મણિલાલ હ. પટેલ ~ અવસર આવ્યા * અનુવાદ ડો. પિયુષ જોશી * Manilal H. Patel * Piyush Joshi
ડાળ ડાળથી ખરી જવાના અવસર આવ્યા
કૂંપળ સુધી ફરી જવાના અવસર આવ્યા.
ખેતર ખેતર તેતર રમતાં દીઠા પાછાં
વગડા વેરે વરી જવાના અવસર આવ્યા.
માટીમાં મન રોપ્યું ‘તું મેં કો’ક સવારે
જળ સંગે ત્યાં સરી જવાના અવસર આવ્યા.
ફાંટ ભરીને ઋતુઓ લાવી ખળે-ખેતરે
એ તડકાઓ તરી જવાના અવસર આવ્યા.
વૃક્ષે વૃક્ષે સાદ પાડતી નીરવતા લ્યો
વાત કાનમાં કરી જવાના અવસર આવ્યા.
વયની ડાળે કાચી કેરી લૂમે ઝૂમે
વેળા એંઠી કરી જવાના અવસર આવ્યા.
દૂર સીમમાં કો’ક ગાય છે ગીત ગગનનું
હરિવર અમને હરી જવાના અવસર આવ્યા.
જળમાં, તળમાં, દીવા બળતા દશે દિશામાં
દૂર મલકમાં ફરી જવાના અવસર આવ્યા.
~ મણીલાલ હ. પટેલ
Times have come… ~ Manilal H. Patel
Times have come to drop from branches
Times have come to visit shoots and sprouts again
Once again were partridges seen playing in fields and farms
Times have come to got wedded to the wilderness
Once one morning had I planted my mind in soil
Times have come to slide along with water over there
Seasons have sprayed loadsful of sunshine on fields and barns
Times have come to swim across them
Listen, solitude is calling at tree to tree
Times have come to say things thru whispers
On a branch of age bunches of unripe mangoes swing
Times have come to steal a bite at them
Away in the fields someone is singing a song of the sky
Times have come being dragged off by deity
Lamps are lit in all directions, upon water and earth
Times have come to return to the lands distant.
~ Translated from Gujarati by Dr. Piyush Joshi
સૌજન્ય : www.poetryindia.com
સમગ્ર જીવનને ઉત્સાહ આપતા અવસરનું જોશીલું ગીત
સરસ કાવ્ય નો ઉત્તમ આસ્વાદ અભિનંદન
વાહ, કાવ્ય સરસ, તો ભાવાનુવાદ પણ સુંદર.