ન્હાનાલાલ ~ ખમ્મા વીરાને

ખમ્મા વીરાને

ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ
મોંઘામૂલો છે મ્હારો વીર જો…. ખમ્મા..

એક તો સુહાગી ગગનચાંદલો રે લોલ
બીજો સુહાગી મ્હારો વીર જો…. ખમ્મા

રાજ તો વિરાજે રાજમંદિરે રે લોલ
પારણે વિરાજે મ્હારો વીર જો…. ખમ્મા

ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલ
ફૂલમાં ખીલે છે મારો વીર જો… ખમ્મા

આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલ
ઘરમાં ઉજાસ મ્હારો વીર જો…. ખમ્મા.

એક તો આનંદ મારા ઉરને રે લોલ
બીજો આનંદ મ્હારો વીર જો… ખમ્મા

દેવે દીધી છે મને માવડી રે લોલ
માડીએ દીધો છે મ્હારો વીર જો… ખમ્મા ….

~ ન્હાનાલાલ

‘કાવ્યવિશ્વ’ના વાચકોને રક્ષાબંધનની શુભકામનાઓ

1 thought on “ન્હાનાલાલ ~ ખમ્મા વીરાને”

  1. 'સાજ' મેવાડા

    રક્ષાબંધનની શુભકામનાઓ, સાથે આલોક લાડીલું ગીત ગમ્યું,

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *