અદમ ટંકારવી ~ એક મણિબહેન & નાની અમસ્તી * Adam Tankarvi

એક મણિબહેન થઇ ગયાં મેરી

એક મણિબહેન થઇ ગયાં મેરી
એક હરિભાઇ જે થયા હેરી

પ્યોર ઇંગ્લીશમાં કહો જંકી
શુદ્ધ ગુજરાતીમાં છે ગંજેરી

અહીંયા ચાલે છે ફક્ત ગીવ & ટેઇક
શહેર તારું છે કેશ & કેરી

ગુજરાતીમાં હું જ્યારે વાત કરું
ત્યારે થઇ જાય તું મુંગી બહેરી

આ મુલક રોજ કાનમાં કહે છે
ઇટ ડ્રીંક & બી મેરી

ખટમીઠો ટેસ્ટ હવે ક્યાં છે અદમ
બોર જેવું અહીં નથી બેરી 

~ અદમ ટંકારવી

ગુજલિસ કવિતા

નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ
હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ

અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો
ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ

કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની ગયો
બિલ્લી બનીઠની ને હવે કૅટ થઈ ગઈ

ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી
ઈંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ
ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ –

 ~ અદમ ટંકારવી

4 Responses

  1. વાહ ખુબ સરસ અભિનંદન

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    હળવી શૈલીની રમતિયાળ રચનાઓ

  3. Minal Oza says:

    ગુજલીસ કવિતા વાંચવાની મજા પડી. સાથે સાથે એક મર્માળુ વ્યંગ પણ એમાં છે.અભિનંદન.

  4. Kirtichandra Shah says:

    રમતિયાળ શૈલી માં મજાની રચનાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: