
તડકાનાં ઝાંઝર
તડકાનાં હું ઝાંઝર પહેરી રૂમઝૂમ રૂમઝૂમ ચાલું,
ખનક ખનક કૈં ઝાંઝર બોલે હું મસ્તીમાં મ્હાલું.
તડકો મારો દોસ્ત બનીને મારી પાસે આવે,
હળવે રહીને કાનમાં પૂછે : મારી સાથે ફાવે ?’
‘હોવ્વે’ કહીને એની સાથે બોલું કાલું કાલું,
તડકાનાં હું ઝાંઝર પહેરી રૂમઝૂમ રૂમઝૂમ ચાલું.
નાની મારી ગાગર બહેની એમાં તડકો ભરું,
એને મૂકી માથે હું તો અલકમલકમાં ફરું.
મુઠ્ઠીમાં પકડું તો છટકે કેમ કરી હું ઝાલું ?
તડકાનાં હું ઝાંઝર પહેરી રૂમઝૂમ રૂમઝૂમ ચાલું.
~ રામુ પટેલ ડરણકર
‘કાવ્યવિશ્વ’ને આ બાળકાવ્યસંગ્રહ મોકલવા બદલ આભાર
‘તડકાના ઝાંઝર’ ~ રામુ પટેલ ડરણકર * સાર્થક 2020
બધાને વાંચવા ગમે એવા સુંદર બાળકાવ્યો
વાહ બન્ને રચનાઓ ખૂબ સરસ ્્્્
અભિનંદન ્્્્્્્્્્્્્્્્્્
આવાં સરસ ગેય બાળકાવ્યો બાળકને કલ્પનામાં વિહરતાં કરી એમના વ્યક્તિત્વનો વિકાસ કરશે. અભિનંદન.
રામુભાઈને અભિનંદન ,એમની રચનાઓ નાના મોટા સૌ ને ગમે એવી છે જ,,હરીશ પંડયા ,ભાવનગર