હરિકૃષ્ણ પાઠક ~ હું મારી આસપાસ * Harikrushna Pathak

હું મારી આસપાસ દીવાલો ચણ્યા કરું ;
ને બારણાં ને બારીઓ પછી ગણ્યા કરું.

શબ્દો સકળ છે એક વ્યર્થ અર્થથી ભર્યા ;
એ જાણતો છતાંય વાતમાં વણ્યા કરું.

સ્વપ્નો નિહાળવાની ટેવ તો રહી નથી;
જાગું છું એમ વ્હેમથી ત્વચા ખણ્યા કરું.

આ રાત ને દિવસ બધુંય એક છે છતાં
પાડીને એના ભેદ કાળને ગણ્યા કરું.

આશાનાં ફૂલ કોક સવારે ખરી પડે,
તો રાત નો ઉજાગરો કદી લણ્યા કરું.

~ હરિકૃષ્ણ પાઠક

1 Response

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    દરેક શેર ગમી જાય એવી સરસ ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: