હરિકૃષ્ણ પાઠક ~ બે ગીતો * Harikrushna Pathak * સ્વર Gargi Vora

હું વિઠ્ઠલવરને વરી

સતત રહીને પરી, વરી હું વિઠ્ઠલવરને વરી

હું જાણું કે સામો ચાલી એ તો શીદને આવે,
દૂર રહીને બહુ બહુ તો એ વેણુનાદ બજાવે.
મેં તો મારી સઘળી સુરતા ચરણકમળમાં ધરી,
વરી હું વિઠ્ઠલવરને વરી

એ પંડે ઘનશ્યામ, ગમે તો ભલે ખાબકી પડે,
હું તો ખાલી વાદલડી તે બેત્રણ છાંટા જડે.
તોય પલળતાં આવી ઊભો, શી અણધારી કરી !
વરી હું વિઠ્ઠલવરને વરી.

~ હરિકૃષ્ણ પાઠક

કવિના જન્મદિને સ્નેહવંદના

ખાલીપો ખખડે છે

ખાલીપો ખખડે છે મારા રામનો હો..જી..
ખાલીપો ખખડે છે તારા નામનો હો.. જી..

નામ તારું ચાકડે ચડાવ્યું અમે એવું
એના ઉતાર્યા કૈં એવા તેવા ઘાટજી
મેલું ઘેલું લોક; વેરી વશવા’ની મૂડી
એને ચોપડે ચડાવ્યું છે અઘાટ જી. -ખાલીપો ખખડે છે

નામ તારું ચોકમાં વટાવ્યું એવી પાણે
એનાં ઊપજ્યાં સવાયાં – દોઢાં દામજી
મૂળગી ખોવાણી એ તો જગની ખોવાણી;
પૂરણ, અમે તો સરાવ્યાં શૂરાં કામ જી. – ખાલીપો ખખડે છે

નામ તારું મોતીએ મઢાવ્યું રૂડી રીતે
પ્રીતે બાવલાં બેસાડ્યાં ધરમી ધામ જી.
ખાંતે કરી ખેડી ખાશું, નામ તારું વેડી ખાશું,
સતને ઓવારે ઠરજે ઠામ જી

ખાલીપો ખખડે છે મારા રામનો હો..જી..
ખાલીપો ખખડે છે તારા નામનો હો.. જી..

~ હરિકૃષ્ણ પાઠક

કવિના જન્મદિને સ્નેહવંદના

કાવ્ય : હરિકૃષ્ણ પાઠક  સ્વરાંકન: અમર ભટ્ટ  સ્વર: ગાર્ગી વોરા

https://www.youtube.com/watch?v=IXayezASVZs

2 Responses

  1. , વાહ ખુબ સરસ બન્ને કાવ્યો ખુબ ગમ્યા

  2. Minal Oza says:

    હરેકૃષ્ણભાઈને જ.દિ.ની અઢળક શુભેચ્છાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: