શૂન્ય પાલનપુરી ~ ડૂબી નહીં શકું * Shoonya Palanpuri  

હિંમત છે નાખુદા

ડૂબી નહીં શકું ભલે પાણીમાં તાણ છે;
હિંમત છે નાખુદા અને વિશ્વાસ વા’ણ છે.

અવસર વહી જશે તો ફરી આવશે નહીં,
આવી શકો તો આવો હજુ કંઠે પ્રાણ છે.

અશ્રુનો આશરો છે તો ઝીલી શકું છું તાપ,
નજરો શું કોઇની છે? જલદ અગ્નિ-બાણ છે.

સમજી શક્યું ન કોઈ મને એનો ગમ નથી,
દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.

ચાલી રહ્યો છું એમ ફના-પંથે રાતદિન,
જાણે મને કોઈના ઇરાદાની જાણ છે!

લઈ જાઓ, આવો ઊર્મિઓ! એકેક અશ્રુને,
આવ્યું છે કોઈ એની ખુશાલીની લા’ણ છે.

સમજી શકે જો ધર્મ તણો સાર માનવી,
સર્વાંગ એ જ ‘શૂન્ય’ અઢારે પુરાણ છે.

~ શૂન્ય પાલનપુરી

2 Responses

  1. ખુબ સરસ મજાની રચના ખુબ ગમી અભિનંદન

  2. 'સાજ' મેવાડા says:

    શાયર ‘શન્ય’ને સમૃતિ વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: