ભગવતીકુમાર શર્મા ~ અમે આંધી વચ્ચે * Bhagavatikumar Sharma

માણસ

અમે આંધી વચ્ચે તણખલાના માણસ
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ

ફટાણાનાં માણસ મરશિયાના માણસ
અમે વારસાગત સમસ્યાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ
સડકવંત ઝીબ્રાતા ટોળાના માણસ

ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે
હતા આપણે મૂળ તડકાના માણસ

~ ભગવતીકુમાર શર્મા  

1 Response

  1. 'સાજ' મેવાડા says:

    બધાજ શૅર ‘કાબિલ એ દાદ’, કવિની સીગ્નેચર ગઝલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: