અમર પાલનપુરી ~ તરછોડ્યો જ્યારે આપે * Amar Palanpuri

મન થયું

તરછોડ્યો જ્યારે આપે હસવાનું મન થયું,
બોલાવ્યો જ્યારે આપે રડવાનું મન થયું.

ખોળામાં જ્યારે આપના માથું મૂકી દીધું,
સોગંદ તમારા ત્યાંને ત્યાં મરવાનું મન થયું.

દિલને મળ્યું જે દર્દ તે ઓછું પડ્યું હશે,
નહીંતર ફરી કાં આપને મળવાનું મન થયું.

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,
નહીંતર કાં એની લાશને તરવાનું મન થયું.

~ અમર પાલનપુરી

3 Responses

  1. બધા શેર ખુબ ગમ્યા અભિનંદન

  2. kishor Barot says:

    અમર સાહેબની અમર રચના. 👌

  3. 'સાજ' મેવાડા says:

    ખૂબ જ સરસ ગઝલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: