ગૌરાંગ દિવેટિયા ~ આયનાની ભીતરમાં

આયનાની ભીતરમાં ફૂટેલા માણસને, પૂછી શકો તો જરી પૂછો,
કોરાકટ કાચમાંથી ઝરતું આ લોહી, લૂછી શકો તો જરી લૂછો.

લીલાછમ વાંસમાંથી ફૂટતા અંકુર, કેમ કરી જીરવ્યા જીરવાય નહીં,
એકાકી વાંસળીની વેદનાના પડછાયા કેમ કરી ઝાલ્યા ઝલાય નહીં.
સૂરજ વિનાનું પેલું તડકાનું ફૂલ, સૂંઘી શકો તો જરી સૂંઘો.

ભમ્મરિયા કૂવામાં ઘુમરાયા કરતી, એ પથ્થરિયા સમણાંની વારતા
ફૂલો વિનાના આ બાવળિયા ગામમાં અત્તરિયા કોઈ નથી આવતા
દૃષ્ટિ વિનાની કોઈ ખાલીખમ આંખોમાં ફરકી શકો તો જરી ફરકો.

~ ગૌરાંગ દિવેટિયા

એકલતાની પીડાની ચરમ સીમા, શરૂઆતથી અંત સુધી સજ્જડ ચોંટી છે. તડકાના ફૂલને સૂરજ વિનાનું કહીને કવિએ કાવ્યાત્મક કમાલ કરી છે. 

5 thoughts on “ગૌરાંગ દિવેટિયા ~ આયનાની ભીતરમાં”

  1. kishor Barot

    ગીત કવિતામાં નવી કલમો ઉજળી આશા જન્માવે છે.
    અભિનંદન, ગૌરાંગભાઈને. 🌹

  2. 'સાજ' મેવાડા

    વાહ, ગીત, અને આપની આસ્વાદદીક નોંધ સરસ.

  3. હરીશ દાસાણી.મુંબઈ

    ગીત ભાવિ શક્યતાઓ ઉઘાડી આપે તેવું સમર્થ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *