ઉમેશ જોશી ~ તાન્કા  Umesh Joshi

ચિર વિદાય

અચાનક ભૂંસાય

પગકેડીઓ

ઘનઘોર જંગલ

ઝંખી રહ્યું પગલાં

@@

અંધારું તો છે

અઢળક મારામાં

છતાં સૂતો છું

રાત્રિના પડખામાં

ઉજાગરો ઓઢીને

@@

ભળી જાય છે

સરિત સાગરમાં

અહં વગર

એમ કેમ ન મળું

તને સહજતાથી!

@@
મીરાંના ચીર

ઊડ્યાં’તા લીરા થઈ

ગઢકાંગરે

આજે તે છે ધજાઓ

એક એક મંદિરે

@@

મારું ફળિયું

સંવેદના શ્વસતું

મારું આકાશ

ટમટમે તાન્કાથી

રાજી આતમરામ

~ ઉમેશ જોશી   

તાન્કાસંગ્રહ ‘હથેળીમાં કૂંપળ’ ‘કાવ્યવિશ્વ’ને મોકલવા બદલ કવિનો આભાર.

‘હથેળીમાં કૂંપળ’ ~ ઉમેશ જોષી * પ્રકાશક ~ ગુજરાત પુસ્તક પરબ વડોદરા * 2017

4 Responses

  1. સરસ મજાની કૂપળો જેવુ તાજગી સભર રચના અભિનંદન

  2. ઉમેશ જોષી says:

    આભાર લતાબહેન….

  3. 'સાજ' મેવાડા says:

    ખૂબ સરસ અભિવ્યક્તિ

  4. Varij Luhar says:

    Swagat 🎉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: