OCTAVIO PAZ ~ અનુવાદ રમણીક અગ્રાવત Ramnik Agrawat

OCTAVIO PAZ ~ WIND, WATER, STONE

Water hollows stone,
wind scatters water,
stone stops the wind.
Water, wind, stone.

Wind carves stone,
stone’s a cup of water,
water escapes and is wind.
Stone, wind, water.

Wind sings in its whirling,
water murmurs going by,
unmoving stone keeps still.
Wind, water, stone.

Each is another and no other:
crossing and vanishing
through their empty names:
water, stone, wind.

translated in English by Eliot Weinberger

ઓક્તાવિયો પાઝ ~ પવન, પાણી, પથ્થર

પાણી પથ્થરને કરકોલે,
પવન ધક્કે પાણી વિખરાય,
પથ્થરથી પવન અટવાય
પાણી, પવન, પથ્થર.

પવન કોતરે પથ્થરને,
પથ્થર છે પાણીનો પ્યાલો,
પાણી છટકે બને પવન.
પથ્થર, પવન, પાણી.

પવન ઘૂમરી લેતો ગાય,
પાણી ખળખળ વહેતું જાય,
પથ્થર અડોલ ઊભો સ્થિર.
પવન, પાણી, પથ્થર.

દરેક છે અન્ય ને કશું ન અન્ય:
છેદતું ને અલોપ થાતું
પોતાનાં પોકળ નામોમાંથી:
પાણી, પથ્થર, પવન.

ગુજરાતી અનુવાદ ~ રમણીક અગ્રાવત

2 Responses

  1. સરસ અનુવાદ ખુબ ખુબ અભિનંદન કાવ્યવિશ્ર્વ

  2. Kavyavishva says:

    આભાર છબીલભાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: