વિહંગ વ્યાસ ~ આવી ગયું

આવી ગયું છે એવું શું આજ સાંભરણમાં?

ખુશીઓ લુંટાવી દીધી સામા મળેલ જણમાં

અવ્યક્તની તો અમને ક્યાંથી ખબર પડે, પણ

મેં સ્વાદ એનો ચાખ્યો પ્રત્યેક ધાન્યકણમાં

અલબત્ત ઓગળીને સાબિત કરી શકે તું

એની સમગ્રતાને તારા પૃથક્કરણમાં

ક્યારેક દુઃખની માફક સુખને સહન કર્યું છે

સમજાતું કંઇ નથી આ કુદરતની ગોઠવણમાં

જે પૂર્વસુરિઓએ કીધી યુગો યુગોથી

એ વાત મેં કરી છે થોડી જુદી લઢણમાં

~ વિહંગ વ્યાસ

સરસ ગઝલ. પ્રાસરચનામાં ‘લઢણ’ સરસ રીતે ‘ગોઠવણ’માં આવી જાય છે.

@@

આંખનો શું અર્થ છે બીજો પ્રતીક્ષાથી વિશેષ,
છેવટે એવી સમજ પણ શું છે છલનાથી વિશેષ!

કોણ ત્યાં ખીલ્યું અટારીમાં સજી સોળે કળા,
ચિત્તમાં આવી છે ભરતી આજ દરિયાથી વિશેષ.

આમ તો ત્યારે જ સાવધ થઈ જવા જેવું હતું,
એમણે દીધું બધું જ્યારે અપેક્ષાથી વિશેષ.

ક્યાં ગયા સારા નઠારા આજ એ સઘળા પ્રસંગ,
કૈં નથી જે જોઉ છું તે એક અફવાથી વિશેષ.

એ હકીકત છે કે અમૃત થઇ ગયેલું ઝેરનું,
ને ઇલમમાં તો કશું નહોતુ ભરોસાથી વિશેષ.

~ વિહંગ વ્યાસ

વાંચતાં વેંત ગમી ગયેલી ગઝલ. 

15 Responses

  1. કવિ શ્રી ની બન્ને રચના ઓ ખુબ માણવા લાયક

  2. ખુબ સરસ મજાની બન્ને રચના ઓ ખુબ ખુબ અભિનંદન

  3. ગઝલોમાં સરળ શબ્દોમાં સરસ અભિવ્યક્તિ થઈ છે.

  4. ગુલામ અબ્બાસ નાશાદ says:

    સરસ

  5. ગુલામ અબ્બાસ નાશાદ says:

    સરસ ગઝલો

  6. ગુલામ અબ્બાસ નાશાદ says:

    સરસ રચનાઓ

  7. હરીશ દાસાણી.મુંબઈ says:

    અર્થઘન શેર

  8. ખુબ સરસ રચના બધા શેર ખુબ ગમ્યા

  9. સરસ મજાનું કાવ્ય

  10. ઉમેશ જોષી says:

    કવિ વિહંગ વ્યાસની બન્ને ગઝલ રોચક છે…

    અભિનંદન.

  11. Raxa Shah says:

    વાહ…બંને ગઝલ ખૂબ સરસ..🙏💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: