કવિ મનોહર ત્રિવેદી ~ થોડા દિવસો પહેલાં

થોડા દિવસો પહેલાં તો*
વૃક્ષ પરથી સૂરનો પગરવ ફળિયે આળેખાતો.
પાન છાંયડા ઢોળે
નીચે ઘરના બાળક ન્હાય
કોરી કરતો પવન હંમેશા
રજોટાયેલી કાય
ચાંદરણાં થૈ વચ્ચે-વચ્ચે તડકો ઉલેચાતો.
ઠીબ, નીડ ડાળી પંખીનાં
દૃશ્યો ભેળાં રમતા
આજ હવે ખંડેર : ઘૂમતી
કેવળ ખાલીખમતા
ચુડેલ કે હશે ચન્દ્રીનો – ત્યાં પાલવ લહેરાતો !
હુક્કામાંથી ઊઠે ધુમાડા
એમાં ઊઠે પ્રેત
દાદાજીની કથા નહીં :
ભીંતેથી ખરતી રેત
જૂના ઘરથી પાછા વળતાં પથ પગમાં અટવાતો
થોડા દિવસો પહેલાં તો…
~ મનોહર ત્રિવેદી
(*યોગેશ જોશીના હેલોવીન અછાંદસની પ્રથમ પંક્તિ)
વાત અહીં ખાલીપાની છે, એકલતાની છે પણ તડકો હળવેથી એમાં પ્રવેશ્યો છે….
વાહ કવિ વાહ! પહેલાં તો એકલતા સતાવતી હતી હવે એ પરિસ્થિતિમાં કોઈક હુંફ પ્રવેશી છે એ સ્પંદનનું સુંદર નિરુપણ 💐👌
વાહ કવિરાજ વાહ! ખૂબ સુંદર રચના 💐👌
વાહ કવિરાજ વાહ! પહેલાં જે ખાલિપો હતો એમાં હવે કોઈ હુંફ પ્રવેશી છે, એ પરિસ્થિતિનું સુંદર નિરૂપણ 💐👌
વાહ મનોહર, મનોહર રચના.
સરસ રચના
સુંદર ગીત….
મનોહર ત્રિવેદીનું આ ગીતમાં સમય ખાલીપાનો પ્રસ્તાર પામી હળવે હળવે ઉધડે છે.
નોખી ભાત પાડતું ગીત છે.જે મનોહરિય મુદ્રા લઈને આવ્યું છે.
મનોહર ત્રિવેદીના આ ગીતમાં સમય ખાલીપાનો પ્રસ્તાર પામી હળવે હળવે ઉધડે છે.
નોખી ભાત પાડતું ગીત છે.જે મુદ્રા લઈને આવ્યું છે.
મનોહરિય મુદ્રા ધરાવતું એકલતા અને સમયની ઝાંખી કરાવતું ગીત.
Khub saras
અદભુત રચના….શબ્દોમાં ખાલીપો વર્તાય છે .
वाह खूब सुन्दर दादा…