પ્રજ્ઞા વશી ~ ગરજ તારીય છે

ગરજ તારી ય છે ~ પ્રજ્ઞા વશી

ગરજ તારી ય છે, બસ એટલું સમજીને મળવાનું

નમું થોડી જો હું, તો જિંદગી, તારે ય નમવાનું

હશે નક્કી જ કો’ ખેંચાણ, બે ધ્રુવોની વચ્ચે તો જ

વિરોધી ધ્રુવ પર અમને, ગમ્યું છે સાથ રહેવાનું

પછી સૂરજને કહી દીધું, નહીં ઉગે તો શું થાશે

અમે ભીતરને અજવાળે, શીખી લીધું પ્રગટવાનું

મુસીબત શી બલા છે, એ ય જાણું હું બરાબર પણ

મને ગમશે, હસીને જિંદગીને બાથ ભરવાનું

અમે સૌ દ્રોપદીનાં વેશમાં, કુંતી ને, ગાંધારી

અમે શક્તિ,અમે ભક્તિ છતાં પૂરવાર થાવાનું?

અમે હોવાપણાની વેદનાને કહી દીધું છે કે

ભીતર સંવેદનાની હોડમાં તારે ઉતરવાનું

પ્રજ્ઞા વશી

જિંદગીને પડકારવાની વાત ગમી ગઈ કવિ ! અને એ જ જિંદગીને બાથ ભરવાની વાત પણ જામે છે !

બીજો, ત્રીજો શેર પણ સરસ થયા છે. સરવાળે આખી ગઝલ સરસ… મજા આવી..

OP 18.3.22

સાજ મેવાડા

19-03-2022

અમે સૌ દ્રોપદીનાં વેશમાં, કુંતી ને, ગાંધારી
અમે શક્તિ,અમે ભક્તિ છતાં પૂરવાર થાવાનું?

ખૂબ સુંદર ગઝલ, અને આ શૅર પણ, વાહ.

પ્રજ્ઞા વશી

18-03-2022

છબીલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.

પ્રજ્ઞા વશી

18-03-2022

લતાબેન આપનો ખૂબ ખૂબ આભાર
આપની મહેનત અને નિષ્ઠાને વંદન .
રંગોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

છબીલભાઈ ત્રિવેદી

18-03-2022

પ્રજ્ઞાવશી ની ગજલ ખુબ સરસ જિંદગી ને પડકાર આપવા ની વાત ખુબ ગમી જિંદગી જિંદાદિલી થી જીવવા ની ખુમારી ભર્યા બધા શેર ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: