દાન વાઘેલા – મને  ચડી ગઈ * Dan Vaghela * સ્વર : Himali Vyas

મને  ચડી ગઈ રોમ-રોમ ટાઢ!
ગાજ નહીં, વીજ નહીં, પૂનમ કે બીજ નહિ-
ઓચિંતો ત્રાટક્યો આષાઢ!        
મને ચડી ગઈ રોમ-રોમ ટાઢ!

ઘરમાંથી ઉંબરાની મર્માળી ઠેસ,
છતાં ચાલી હું મીણ જેમ પીગળી!
માજમની રાતે આ મન એવું મૂંઝાણું:
જાણે કે વીંટળાતી વીજળી!
કોને ખબર છે કે ગામ આખું કોરું –
પણ ડૂબ્યાં આ મેડી ને માઢ!
મને ચડી ગઈ…

દરિયાનાં મોજાં તો માપી શકાય,
અરે! ફળિયાની ફાળ કેમ માપવી?
સોળ-સોળ ચોમાસાં સંઘરેલી છતરીને
શેરીમાં કોને જઈ આપવી?
રુદિયામાં ફુવારા ફૂટે છે જાણે કે –
પીલાતો શેરડીનો વાઢ!        
મને ચડી ગઈ…

~ દાન વાઘેલા

કુંવારી છોકરીના અરમાન અનેક કવિના ગીતોમાં છલકાયાં છે. એમાંથી બેસ્ટ ગીતોની નાનકડી યાદી બને તો એમાં જરૂર આ ગીતને સ્થાન મળે. ‘ઊંબરાની મર્માળી ઠેસ’ કે ‘પીલાતો શેરડીનો વાઢ’, વાહ શું કલ્પન છે !

સ્વર : હિમાલી વ્યાસ
સ્વરાંકન : આલાપ દેસાઈ
આલબમ : સૂરવર્ષા

9 Responses

  1. Varij Luhar says:

    વાહ સરસ ગીત

  2. Minal Oza says:

    મુગ્ધાનું ગમતીલુ ગીત.અભિનંદન.

  3. વાહ ખુબ સરસ ગીત

  4. 'સાજ' મેવાડા says:

    સોડસી વયના સંવેદનો સરસ પ્રતિકાત્મક રીતે ઝીલાયા છે.

  5. દાન વાઘેલા says:

    આપ સૌ સુધી આ ગીત પહોંચ્યું છે. એનો આનંદ મને થાય એ સહજ છે. આભાર 💖🙏

  6. મયુર વાઘેલા says:

    ખૂબ સરસ શબ્દ રચના

  7. મયુર વાઘેલા says:

    ખૂબ સરસ શબ્દ રચના

  8. Sandhya Bhatt says:

    બહુ જ મઝા પડી..

  9. અરવિંદભાઈ દવે, ગારિયાધાર says:

    વાહ….વાહ… દાનભાઈ….
    આપનું કાવ્ય હમેશા કંઈક જુદી ભાત હોય છે….કાવ્ય વાંચીને ખુશી ખુશી થઈ ગઈ….એમાંય હિમાલી વ્યાસે તો જમાવી દીધું….
    ગૌરવ થાય છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: