જગદીશ જોષી ~ આપો Jagdish Joshi

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ ! મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો 

ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને મેં આંખોમાં રોપ્યું એક ઝાડ
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને અર્જુનનો મત્સ્યવેધ આપો…….

મને આપો એક સાંજ, મને આપો એક રાત મને આપો એક એવો આશ્લેષ
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ, કાયમની કેદ મને આપો !

~ જગદીશ જોષી

6 Responses

 1. Varij Luhar says:

  વાહ.. ખૂબ સરસ

 2. Minal Oza says:

  ખૂબ સુંદર ભઆવઆભઇવ્યક્તઇ. અભિનંદન.

 3. Kirtichandra Shah says:

  Oh This is a Real Poem May be echoing someone feelings

 4. 'સાજ' મેવાડા says:

  ખૂબ જ સરસ પ્રાર્થના જેવું ગીત.

 5. વાહ ખુબ સરસ રચના ખુબ ખુબ અભિનંદન

 6. હરીશ દાસાણી.મુંબઈ says:

  મૃગજળમાં ઝૂરતા તરાપા જેવા આયખાનું ગીત સરસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: