Tagged: Vinod Joshi

વિનોદ જોશી ~ ઝાડ એકલું જાગે * Vinod Joshi

ઝાડ એકલું જાગે ~ વિનોદ જોશી ઝાડ એકલું અમથું જાગે,બહુ એકલવાયું લાગે… પવન પાંદડું સ્હેજ હલાવી પૂછે ખબર પરોઢે,બપોર વચ્ચે બખોલનો બંજર ખાલીપો ઓઢે;બંધ પોપચાં મીઠ્ઠાં શમણાં માગે,બહુ એકલવાયું લાગે… દળી દળી અજવાળું સૂરજ દડે ખીણમાં સાંજે,હડી કાઢતી હવા ડાળ પર...

વિનોદ જોશી ~ સાંભળવું હોય તો * Vinod Joshi

સાંભળવું હોય તો ~ વિનોદ જોશી સાંભળવું હોય તો જ કહુંછોને બેઠાં છો બધા છેટાં પણ માનું છુંકાન દઈ સાંભળશો સહુ… પોતાનો હોય તોય પડછાયો કોઈ દિવસ અંધારે હાથ નથી ઝાલતોઓસરીની કોરેથી અજવાળું ખંખેરી, સૂરજ થઈ જાય રોજ ચાલતોનળિયામાં હોય...

વિનોદ જોશી ~ કૂંચી આપો * Vinod Joshi * Lata Hirani

કૂંચી આપો બાઇજીતમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઇજી…….. કોઇ કંકુથાપા ભૂંસી દઇ, મને ભીંતેથી ઉતરાવોકોઇ મીંઢળની મરજાદા લઇ, મને પાંચીકા પકડાવોખડકી ખોલો બાઇજીતમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઇજી….. તમે ઘરચોળામાં ઘુઘરીયાળી ઘરવખરી સંકેલીતમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદિયું પાછી...