બકુલેશ દેસાઇ ~ થયો છે કોરોના પડોશી!
થયો છે કોરોના પડોશી!
મારે ફળિયે છવાઈ ખામોશી!
બહુ સૂણ્યું ને જોયું, કેવાં અપલખ્ખણ છે એનાં !
હશે, હોય, આપણને શું ? જેવાં ભાયગ જેનાં !
પણ એના અહીં પગપેસારાથી ફફડે મહેતા-દોશી … થયો છે0
Hi! Hello! શું કહેવું એને? શાહુકાર એ ચીનનો !
એજન્ટ જ એ તો ચાઉમાઉ..પિંગ જિનનો !
ક્યારે એનાથી છૂટશે પીછો? કહો તો ટીડા જોશી?! … થયો છે0
હસતાં-રમતાં..ગાતાં-ખાતાં.. રાતરાતભર..
ખુલ્લાં મન શા, મોં પણ ખુલ્લાં ! ક્યાં કોનો ડર?!
ઘરથી કાઢો એને કોઈ..ભલે મરે એક ડોશી ! … થયો છે
– બકુલેશ દેસાઇ
સૌજન્ય : રાષ્ટ્રીય કલા કેન્દ્ર
OP 10.12.2020
પ્રતિભાવો