રમેશ પારેખ ~ હરિવટો : વિભા દેસાઈના કંઠે Ramesh Parekh Vibha Desai

હરિએ દઈ દીધો હરિવટો…
ક્યાં દેખું એ સુંદર મુખ, ક્યાં સનકારો ગળચટો ?

આઘે આછા હરિરથ ઝળકે તેને તાકું કેવા!
પ્રાણ હોય તો તોડું આ તો હરિપણાંના હેવાં
નહીં સૂરતની, નહીં મૂરતની, આંસુની રમઝટો
હરિએ દઈ દીધો હરિવટો…

મીરાં કે પ્રભુ, અણસમજુનાં ક્યાં છે એવાં ગજાં?
કરી મને પાંપણથી ચપટી વગાડવાની સજા
દરિયાએ પોતાના જળને એમ કહ્યું કે ‘ઘટો!’
હરિએ દઈ દીધો હરિવટો…

-રમેશ પારેખ

સ્વર : હેમા દેસાઈ, આશિત દેસાઈ,  સંગીત: આશિત દેસાઈ

સ્વરાંકન : સુરેશ જોશી

2 Responses

  1. સાંજ મેવાડા says:

    સરસ ગીત, ગાયન‌ સ્વરાંકન

  2. દિગ્ગજ ગાયકો ની ગાયકી ખુબ સરસ ખુબ ગમી અભિનંદન

Leave a Reply to સાંજ મેવાડા Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: