રમેશ પારેખ ~ જેને ઊડવું હો

ઉડ્ડયન

જેને ઊડવું હો વીંઝીને પાંખો
હો આભ તેને ઓછાં પડે
થાય ધખધખતો તડકોય ઝાંખો
હવાઓ એને ક્યાંથી નડે?

નથી આંકેલા નકશા પર ચાલવાની વાત
ના થકાવટના ભયથી સંકેલવાની જાત
ઝીલે તેજ તણાં નોતરાંને આંખો
તો જીવને ના સાંકડ્યું પડે!

નહીં ડાળખી મળે કે નહીં છાંયડો મળે
ઝાડ ભૂલીને ઊડીએ તો જાતરા ફળે
ભાર હોવાનો ખંખેરી નાખો
તો અનહદની ઓસરી જડે!’

~ રમેશ પારેખ

2 thoughts on “રમેશ પારેખ ~ જેને ઊડવું હો”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    અનહદ અને અનલ હકના પ્રદેશમાં મુકત ઉડાનનું મસ્ત ગીતઝ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *