અમિત સોલંકી ~ ચા

પુરેપુરી  ઉકાળી,  ‘ને પછી ઠારવાની,
આ જિંદગીને બસ  ચ્હા  ધારવાની.

પ્હેલાં બને એટલી એને બગાડવાની,
કરવી આજીજી પછી,  સુધારવાની.

અમને તો આ  હરણાં હડિયું કઢાવે,
આપને તો  ગભરૂ  ગાયો  ચારવાની.

ના તરતાં આવડે,  ના મરતાં  આવડે,
‘ને કિસ્મત લૈ આવ્યા સૌ ખારવાની.

મરજીવા હશે, તે મોતી લઈ જવાના,
કાંઠે બેસનારે  માછલીઓ મારવાની.

સંઘ ક્યારે પ્હોંચશે શ્વાનનો કાશીએ,
ના ખબર, ન ખાતરી  મળે કારવાંની.

છો હલેસુ ‘અમિત’, તમે એના હાથનું,
એમ કહી મનફાવે એમ  હંકારવાની.  

~ અમિત સોલંકી

આજે ‘ચા દિન’ની કાવ્યમાં મજા

11 thoughts on “અમિત સોલંકી ~ ચા”

  1. ઉમેશ જોષી

    ચા….કવિ અમિત સોલંકીની ખૂબ સરસ ગઝલ છે.

    અભિનંદન.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    હળવા હૈયાની મજાની ગઝલ

  3. ચાની ચાહ લઈને આવતી ગઝલ મજાની છે. અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *