ક્યારેક એ
શરમાતી નવોઢાની જેમ
એનો પાલવ સંકોરતી
દૂરના તળાવની પાસે બેસી રહે છે
કલાકો સુધી.
એને પૂછીએ તો કહે છે
‘હમણાં જ વિવેચન સાથે ઝઘડો કરીને આવી છું.’
નવ ભાગ હૃદયમાં ડૂબેલા હોય
અને એક ભાગ બહાર હોય એવી
હિમશીલા છે એ
અત્યારે એ મને જોજનો દૂરથી મળવા આવી છે
લો આજે વળી એની હથેળી પર હડપચી ટેકવીને બેસી ગઈ છે
કહે છે
ભાષા સાથે ઝઘડો કરીને આવી છું
કેમ કરી સમજાવવી
આને, રમતિયાળને?
~ પૌલોમી શાહ
કવિતા સાથે કવયિત્રીનો સરસ મજાનો સંવાદ

કવિતા સાથે કવયિત્રીનો મજાનો સંવાદ.અભિનંદન.
વાહ, અદ્ભૂત કવિતા વિચાર.
વાહ! અવતરતી કવિતા સાથે સંવાદ! સરસ છે. અભિનંદન.
મસ્ત રચના