સ્નેહરશ્મિ ~ મારી નાવ કરે કો’ પાર? * Snehrashmi

મારી નાવ કરે કો’ પાર?
કાળાં ભમ્મર જેવાં પાણી,
જુગ જુગ સંચિત રે! અંધાર;
સૂર્યચંદ્ર નહિ, નહિ નભજ્યોતિ,
રાતદિવસ નહિ સાંજસવાર!
મારી નાવ કરે કો’ પાર?

ભાવિના નહિ પ્રેરક વાયુ,
ભૂત તણો દાબે ઓથાર;
અધડૂબી દીવાદાંડી પર
ખાતી આશા મોતપછાડ!
મારી નાવ કરે કો’ પાર?

નથી હીરા, નથી માણેક મોતી,
કનક તણો નથી એમાં ભાર;
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા
તારી કોણ ઉતારે પાર?
મારી નાવ કરે કો’ પાર?

~ સ્નેહરશ્મિ

કવિના જન્મદિને સ્નેહવંદન.

4 Responses

  1. Minal Oza says:

    કવિને વંદન.

  2. જન્મદિન ની વધાઈ ખુબ સરસ મજાની રચના

  3. “ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા” આપંક્તિથી કાવ્યનો ઉઘાડ થાય છે. કવિને સમૃતિ વંદન

  4. પ્રભુ વિના કોણ ઉતારે પાર!
    ખૂબ ગહન ગીત. કવિશ્રીને સ્મરણ વંદન.

Leave a Reply to Minal Oza Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: