કિસન સોસા ‘અનામય’ ~ આ જીવતું શહેર

આ ‘જીવતું શહેર’ જિવાડી શકે નહીં
જિજીવિષાને ઘૂંટ પીવાડી શકે નહીં.

ખામોશી ઓઢી સૂતું ઠંડુંગાર ‘માર્ગ’માં
એને કશો જ દાહ દઝાડી શકે નહીં.

જાહેરમાં સરાહતું, ખૂણે વખોડતું
ચહેરેથી મુખવટા એ ઉખેડી શકે નહીં.

છે છીછરી તરસ, ક્ષુધા… સ્વપ્નો… છે સાંકડા
ખુદને સમષ્ટિમાં એ જગાડી શકે નહીં.

વાળી લે લાગણીની નદી દૂર દૂરથી
મિલાવો હાથ, હૈયે લગાડી શકે નહીં.

માણસનું ખોળિયું ઠઠાડી નીકળે ભલે,
માણસપણાનો શબ્દ ઉપાડી શકે નહીં.

~ કિસન સોસા ‘અનામય’ (4.4.1939)

વેધક ગઝલ. સુરતના આ કવિની પોતાના શહેર માટે લખાયેલી ગઝલ બધાં જ શહેરોને લાગુ પડે !

કવિના જન્મદિને સ્મૃતિવંદના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: