રાજેન્દ્ર શુક્લ ~ અહો શ્વાસ મધ્યે ~ સ્વર અમર ભટ્ટ * Rajendra Shukl

અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી!
ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી!

ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી!
ઊડે છોળ કેસરભરી સર સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી!

સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી!

~ રાજેન્દ્ર શુક્લ

આપણા ઋષિકવિની આ વિશિષ્ટ રચના માણીએ સ્વરસહ…..

કાવ્ય : રાજેન્દ્ર શુક્લ સ્વર અને સ્વરકાર : અમર ભટ્ટ

આલબમ: શબ્દનો સ્વરાભિષેક

3 Responses

  1. વાહ ગિરનારી કવિ ની અવધૂતિ રચના અને અેટલુજ સુંદર સ્વરાંકન કવિ શ્રી ને પ્રણામ

  2. ઉમેશ જોષી says:

    ઋષિકવિની રચના ઉમદા છે એવો જ સ્વરભાવ મળેલ છે.

  3. ખૂબ સરસ ભાવવાહી સ્વરાંકન – – ઉત્તમ ગઝલનું ઉત્તમ સ્વરાંકન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: