કાવ્ય : ધીરુબહેન પટેલ * અનુવાદ : ધીરુબહેન પટેલ * Dhirubahen Patel

Woman ~ Dhiruben Patel

I can’t crawl on the earth

And fly in the sky Simultaneously

I cannot be

A Wife, Housewife, Mother and Cook

An Explorer, Scientist, Lawyer

Architect, Poet, Surgeon as well

At one and the same time

I will not be a mediocrity

I want to excel in whatever I choose

Why this terrible option

For me – just me

Because I am a woman?

*****

સ્ત્રી ~ ધીરુબહેન પટેલ

એક જ પળે હું ધરતી પર ઘસડાઉં

ને આકાશમાંયે ઊડું

એ તો ન જ બને ને?

એક પત્ની, એક ગૃહિણી, એક માતા ને એક રસોઇયણ

તથા એક સાહસિક પ્રવાસી, એક વૈજ્ઞાનિક, એક વકીલ,

એક સ્થપતિ, એક કવિ, એક તબીબ

ઓહો, આ બધી ભૂમિકા

હું એકસાથે તો ન જ ભજવી શકું ને?

જુઓ! મારે કંઈ જેવાતેવા નથી થવું.

જે કાર્યક્ષેત્ર હું પસંદ કરું તેમાં મારે સર્વોત્કૃષ્ટ થવું છે.

આવો ભયાનક વિકલ્પ શાથી મારે માટે –

મારે એકલીને માટે?

માત્ર હું એક સ્ત્રી છું એટલે?

1 Response

  1. સરસ ખુબ ખુબ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: