ઇંદુલાલ ગાંધી ~ મધરાતે સાંભળ્યો મોર : રાસબિહારી દેસાઇ

આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર

વાદળાંય નહોતાં ને ચાંદો યે નહોતો
ઝાકળનો જામ્યો તો દોર
ઝાકળને માનીને વાદળનો વીંઝણો
છેતરાયો નટવો નઠોર… આજ મેં તો

ઉષાની પાંપણ જ્યાં અધમીંચી ઊઘડી
કાજળ કરમાણી કોર
રંગ કેરાં ફૂમતડાં ફંગોળી મોરલે
સંકેલી લીધો કલશોરઆજ મેં તો

કવિ શ્રી ઇંદુલાલ ગાંધીનો આજે જન્મદિવસ. આ કવિ આંધળી માનો કાગળથી ખૂબ જાણીતા છે. અને આ ગીત પણ જુઓ કેવું મીઠું છે ! એવી જ મધુર ગાયકી અને રેશમી સ્વરાંકન

સ્વરકાર : ક્ષેમુ દિવેટીયા
કવિ : ઈન્દુલાલ ગાંધી  ગાયક : રાસબિહારી દેસાઈ

4 Responses

  1. Anonymous says:

    ‘આંધળી માનાં’વાસ્તવિકતા રજૂ કરતાં કાવ્યયુગ્મ પછી કવિનું આ કાવ્ય મનને મોહિત કરી દે એવું છે. ક્ષેમુ દિવેટીયાનું સ્વરાંકન ને રાસબિહારી દેસાઇનો મુલાયમ અવાજ ગીતને ગળચટ્ટુ બનાવીને જ રહે છે.
    કવિના જ. દિ. એમને યાદ કરી આ ગીત મૂકીને લતાબહેને આપણને રાજી કર્યાં છે.

  2. ખુબ સરસ કવિ શ્રી ના જન્મદિવસે ખુબ સરસ મજાની રચના અવાજ અને સંગીત પણ સાંભળવા ની ખુબ મજા માણી

  3. વાહ, સુંદર શબ્દોનું મસ્ત ગીત. સ્વરાંકન અને ગાયન માણવાની મજા પડી.

  4. મસ્ત મજાનું કાવ્ય… આવાં જ સ-રસ કાવ્યો પીરસતાં રહો… આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: