ભારતી ગડા ~ યંત્ર છે કે

પૂછાતું નથી ~ ભારતી ગડા

યંત્ર છે કે માનવી, બસ એ જ સમજાતું નથી;

બેઉમાંથી એકનું પણ ચિત્ર દોરાતું નથી.

દોડવાનું, ભાગવાનું, હાંફવાનું છે સતત;

કોઈને પણ ‘કેમ છો’ એવુંય પૂછાતું નથી.

કેટલો ઘોંઘાટ કોલાહલ ભરેલું શહેર છે

ચોતરફ બસ ભીડ છે સામું ય જોવાતું નથી.

રાત દી ત્યાં લાલ લીલી લાઈટો ઝબક્યા કરે,

જલકમલવત્ સૌ, હ્દય જેવું ય દેખાતું નથી.

બસ ખરીદી લો હવા પાણીને સાથે પ્રેમ પણ

આંખમાં આંસુ ઠરે છે બહાર ઉભરાતું નથી.

~ ભારતી ગડા

આજની પરિસ્થિતિ અને સંવેદના…..

9 Responses

  1. Anonymous says:

    ચિત્ર દોરાતું નથી… સરસ કાવ્ય

  2. Umesh Joshi says:

    મત્લાનો શેર વધુ ગમ્યો..
    ભારતીબેન ગડાને અભિનંદન

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    દોડતા રહેલા માનવસમાજ પર લક્ષ્ય કરીને પરિસ્થિતિ-દર્શન કરાવતી કવિતા

  4. રેખાબેન ભટ્ટ says:

    ભારતી ગડા, એકદમ સાચુકલું કાવ્ય…. અભિનંદન. એકદમ હટકે પસંદ કરેલાં કાવ્યો લઈને રોજ લતાબેન મોજ કરાવી દે છે… વાહ વાહ 💐💐💐

  5. ખુબ સરસ કાવ્ય ખુબ ખુબ અભિનંદન

  6. નગર સંવેદના ગઝલોમાં નવો ઉમેરો થયો. ખૂબ સરસ.

  7. Anonymous says:

    કેટલાંક નગરકાવ્યોમાં આ એક સરસ કાવ્ય ઉમેરાયાનો આનંદ છે. હા, ગઝલમાં લખાયેલી કૃતિ વધુ વંચાશે એ નક્કી! અભિનંદન.

  8. નબળી રચના… મત્લામાં શેર બને છે ખરો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: