શૂન્ય પાલનપુરી ~ જેને ખબર નથી * Shoonya Palanpuri
જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?
સાકી જે મયકશીની અદબ રાખતા નથી
પામી શકે એ તારી નજરનો મુકામ શું ?
અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો
ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ?
મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ
જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?
~ શૂન્ય પાલનપુરી
જેમની જન્મશતાબ્દી ચાલી રહી છે એવા ધરખમ શાયર શૂન્ય પાલનપુરીની આ મસ્ત ગઝલ માણો મનહર ઉધાસના કંઠે
કાવ્ય : શૂન્ય પાલનપુરી * સ્વર : મનહર ઉધાસ
શુન્યપાલન પુરી જન્મ શતાબ્દી નિમિત્તે સરસ ગઝલ કાલે રુસ્વા મજલુમી સાહેબ ને યાદ કર્યા આજે તેમના ઘરે રહી શુન્યપાલન પુરી અને અમ્રુતઘાયલ ગઝલ ની સાધના કરી છે ખુબ ખુબ આભાર લતાબેન
“જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ”
આ શેરનો ઊંડો અર્થ સમજાય ત્યારે ખૂબ દાદ દેવાઈ જાય.