ભાવેશ ભટ્ટ ~ જેટલા રસ્તા ઉપર

જેટલા રસ્તા ઉપર ખાડો બન્યો

સૌની સાથે આપણો નાતો બન્યો

જીંદગીમાં એને કૈં બનવું હતું

છેવટે એ કોઈનો હાથો બન્યો 

ઘાવ સાથે બેઉનો સંબંધ છે

તું બન્યો પથ્થર ને હું પાટો બન્યો

સૂર પોતીકો મળ્યો ના જ્યાં સુધી

હર જનમમાં વાંસળીવાળો બન્યો

સૌની નજરે એને ચડવું બહુ ગમે

કેટલી મહેનતથી એ ડાઘો બન્યો !

ભાર ધરતીનો વણ્યો એમાં, પછી

દીકરીના બાપનો સાફો બન્યો !

~ ભાવેશ ભટ્ટ

પ્રથમ બે શેરમાં વેધક કટાક્ષ અને તમામ શેરમાં કલ્પનાવિશ્વ તો સાવ નિરાળું નોખું અને કેટલું સ્પર્શી જાય એવું ! …. વાહ વાહ કવિ ! 

12.1.22

1 Response

  1. સાજ મેવાડા says:

    ખૂબ જ સુંદર ગઝલ

Leave a Reply to સાજ મેવાડા Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: