દુલા ભાયા કાગ – આવકારો મીઠો

એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે.
આવકારો મીઠો આપજે રે.
એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડું કાપજે રે…

માનવીની પાસે કોઈ માનવી ન આવે રે.
એજી તારા દિવસની પાસે રે દુખિયા આવે રે.
આવકારો મીઠો…

“કેમ તમે આવ્યા છો ?” એમ નવ કહેજે રે.
એજી એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.
આવકારો મીઠો…

‘કાગ’ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે,
એજી એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે.
આવકારો મીઠો…    

~ કવિ દુલા ભાયા કાગ

અનેક ગુજરાતી ફિલ્મો માટે જેમણે ગીતો લખ્યા છે અને જાણીતા પાર્શ્વગાયકોએ એ ગીતો ગાયા છે એવા ગુજરાતી ગઝલના બેતાજ બાદશાહ બરકત વિરાણી ‘બેફામ’ના પૂણ્યસ્મરણ સાથે સ્મૃતિવંદન.       

આપ નીચે વિડીયો જોઈ શકશો જેમાં શાયર બેફામસાહેબના અવાજમાં ગઝલપઠન, સુપ્રસિદ્ધ ગાયકોએ ગાયેલી એમની રચનાઓ અને સાથે એમના જીવન-કવન અંગેની માહિતી પણ મળશે. 

સાભાર : Educational Gujarati Vlog Proud to be Gujarati

25.11.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: