પારુલ ખખ્ખર ~ કાવ્યવિશ્વ * Parul Khakhkhar

કાવ્યવિશ્વની પાંખે બેસી – પારુલ ખખ્ખર

છંદોલયની શગ પેટાવી ભાષાનો જયકાર કરીશું
‘કાવ્યવિશ્વ’ની પાંખે બેસી સાત સમંદર પાર કરીશું……. 

નથી સીમાડા, નથી બેડીઓ, નથી રે વ્હાલા દવલા
જૂના જોગી સાથે અહીંયા પોંખાતા રે નવલા

ભાવિ પેઢી માટે ખંતે નવું ફલક તૈયાર કરીશું
‘કાવ્યવિશ્વ’ની પાંખે બેસી સાત સમંદર પાર કરીશું……

દશે દિશાથી લઈ સુંદરતા ઘડશું નોખી મુરત
જેને જોઈ વ્હાલ ઉપજે દઈશું એવી સુરત

શબ્દોના આભૂષણ લઈને ઝળહળતો શણગાર કરીશું
‘કાવ્યવિશ્વ’ની પાંખે બેસી સાત સમંદર પાર કરીશું.

~ પારુલ ખખ્ખર

‘કાવ્યવિશ્વ’ની એક વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે પારૂલના આ ગીતથી મન ભર્યું ભર્યું થઈ ગયું છે. 

‘કાવ્યવિશ્વ’ની એક વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે પારૂલના આ ગીતથી મન ભર્યું ભર્યું થઈ ગયું છે.

પારુલે એક દિવસમાં રચ્યું અને પોતે પ્રવાસમાં હોવા છતાં બીજા જ દિવસે  નમ્રતાબહેને હિમાલયની ભૂમિ પર અને ગંગાકાંઠે આ ગીત ગાયું અને રેકોર્ડ કર્યું…… બંનેના પ્રેમની હું ઋણી રહીશ…    

17.10.21

કાવ્ય : પારૂલ ખખ્ખર * સ્વરાંકન અને સ્વર : નમ્રતા શોધન

આપનો આભાર

21-10-2021

આભાર મેવાડાજી, છબીલભાઈ, વારિજભાઈ, સિકંદરભાઈ, કીર્તિભાઈ, નરેન્દ્રભાઈ…

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

Dr. Narendra Shastri

19-10-2021

વાહ… “કાવ્યવિશ્વ ” ને અઢળક અભિનંદન.
માનનીય કવયિત્રી પારૂલબેન અને સ્વરકાર ગાયક નમ્રતાબેનને અભિવંદન. ?✍?

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

18-10-2021

આ કાવ્ય-ગીત ખૂબજ સરસ રીતે કાવ્યવિશ્વ ને નવાજે છે. સાંપ્રત સમયને કવિતા માં યથોચિત ઉતારવામાં કવિયત્રી પારુલ બહેનની હથોટી છે.

છબીલભાઈ ત્રિવેદી

17-10-2021

આજનુ પારુલબેન ખખ્ખરનુ કાવ્ય ખુબજ સમયોચિત. આજે કાવ્યવિશ્ર્વ ને એક વર્ષ પુરૂ થયુ અને દ્વિતીય વર્ષ નો પ્રારંભ. નમ્રતાબેન પ્રવાસ મા હોવા છતા સંગીતમાં ઢાળ્યું આપ્યું તેમની મહાનતા છે ખુબ ખુબ ધન્યવાદ બેન આભાર લતાબેન

સિકંદર મુલતાની

17-10-2021

વાહ..સરસ ગીત..સરસ સ્વરાંકન..
‘કાવ્યવિશ્વ’ને અને ‘કાવ્યવિશ્વ’ના ચાહકો માટે પારુલબેન અને નમ્રતાબેનની અમોલી ભેટ..
દ્વિતીય મંગલ પ્રવેશ નિમિત્તે અભિનંદન.. સુકામનાઓ?? – સિકંદર મુલતાની

Varij Luhar

17-10-2021

કાવ્ય વિશ્વની પાંખે બેસી.. સુંદર કાવ્યનું રળિયામણું સ્વરાંકન
આજે કાવ્ય વિશ્વ ના દ્વિતીય વર્ષ માં પ્રવેશ પ્રસંગે ખૂબ જ આવકારદાયક

Kirtichandra Shah

17-10-2021

Jene joine Vahal upje avid daishu Surat ! Wah wah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: