નજરનાં જામ ~ બરકત વિરાણી ‘બેફામ’

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમ

તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો
દિલના ખુલ્લાં છે દ્વાર તમે ઉભા રહો

જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે,
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે…

મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરો
મેં તો આપ્યા છે ફુલ મને માફ કરો
પ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે….

થઇને પુનમની રાત તમે આવ્યા હતા
થઇને જીવન પ્રભાત તમે આવ્યા હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે…. – બરકત વિરાણી ‘બેફામ’

ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ની અતિ લોકપ્રિય બનેલી કવિ બરકત વિરાણી ‘બેફામ’ની આ ગઝલ આજે કવિના જન્મદિવસે સ્મૃતિવંદના સાથે માણીએ.

25.11.21

કાવ્ય : બરકત વીરાણી `બેફામ’ * ગાયક : મુકેશ સંગીત : કલ્યાણજી આણંદજી

***

છબીલભાઈ ત્રિવેદી

25-11-2021

આજની બરકત વિરાણી સાહેબ ની રચના તેમના જન્મદિવસે ખુબ સમયોચિત બેફામ સાહેબ નુ આ ગીત તો ખુબજ જાણીતુ મુકેશજી ના અવાજ ખુબ સુંદર ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

સાજ મેવાડા

25-11-2021

ખૂબ જ મજા નું ગીત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: