લતા હિરાણી ~ બાપુ તમારા * Lata Hirani

શાંતિ

બાપુ

તમારા પ્યારા હિંદુસ્તાનની હાલતનો

આ અહેવાલ –

તમારું ‘બ્રહ્મચર્ય’

 હિન્દી ફિલ્મો અને વિડિયો પાર્લરો વચ્ચે

અથડાઇ કુટાઇને

બિનવારસી મૃત્યુ પામ્યું છે.

તમારું સ્વરાજ

ગ્રંથાલયના પુસ્તકો વચ્ચે

ઉધઇનું ભોજન બની ચૂક્યું છે.

તમારું ‘સત્ય’ કોર્ટમાં જોરશોરથી ગાજતા વકીલો

અને રાજનેતાઓના કૌભાંડો વચ્ચે ચગદાઇ રહ્યું છે.

’અહિંસા’ અને ‘અપરિગ્રહ’

વર્તમાનપત્રોના પાને પાને

આક્રંદ કર્યા કરે છે.

જો કે તમારા બધાં જ મહાવ્રતો

હજી શબ્દકોષમાંથી દૂર કરવામાં આવ્યા નથી

અને સાવ નિરાશ થવા જેવું નથી બાપુ !

શાંતિ તમને પ્રિય હતી ને !

આ દેશે એનું માન જાળવ્યું છે.

તમારા બધાં જ પુતળાંઓની

સાચવણીનો ભાર સોંપાયો છે

શાંતિના દૂત કબુતરોને !!  

~ લતા હિરાણી

કાવ્યસંગ્રહો : 1. ઝળઝળિયાં  2. ઝરમર

30.1.22

આભાર

05-02-2022

આભાર દિપ્તીબેન, અરવિંદભાઇ, પ્રફુલ્લભાઈ, મેવાડાજી, વારિજ્ભાઈ અને છબીલભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

Dipti Vachhrajani

01-02-2022

Wah wah jordar abhivyakti

અરવિંદ દવે

31-01-2022

વાહ લતાબેન……
રાષ્ટ્રપિતાના બિસ્માર પૂતળાઓની દુર્દશાનું વર્ણન કર્યું છે તે સાવ સાચું છે….

પ્રફુલ્લ પંડ્યા

31-01-2022

તમારુ આ કાવ્ય ખૂબ જ સેટાયરિક અને પ્રબોધક છે.

સાજ મેવાડા

30-01-2022

ખૂબ સરસ અછાંદસ કવિતા. સાંપ્રત વેદના. હવે તો આવી કવિતા નો મર્મ સમજે એવા નેતાઓ હશે, બનશે કે કેમ એ શક્યતા દેખાતી નથી.

છબીલભાઈ ત્રિવેદી

30-01-2022

આજના ગાંધી નિર્વાણ દિને આપનુ કાવ્ય ખરેખર ખુબજ ચોટદાર આપની બધી જ વાત સત્ય છે અને છેલ્લે આપના સ્ટેચ્યુ શાંતિ ના દુતો ને સોંપ્યું છે ખુબજ વેદના સભર વાત રામ રાજ્ય ની કલ્પના આપે કરી હતી પરંતુ આમાનુ કશુ ન થયુ ખુબ ખુબ અભિનંદન

Varij Luhar

30-01-2022

બાપુને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: